WhatsApp ગ્રૂપમાં જોડાવો!
WhatsApp App New Chat Filter Feature - SMGujarati.in

WhatsApp App New Chat Filter Feature

હવે WhatsApp માં શરૂ થયું Chat Filter Feature, તમને ખુબ કામ આવશે! જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ

WhatsAppનો ઉપયોગ બાળકોથી લઇને વૃદ્વો કરે છે.ઘણા લોકો WhatsAppનો ઉપયોગ હવે પોતાના Business માટે પણ કરતા હોય છે. ઘણી વાર WhatsApp માં એટલા બધા ગૃપમાં આપણે એડ હોઇએ છીએ કે, કોઈ મહત્વનો મેસેજ વાંચવાનો રહી જાય તો નવાઇ નહી.આવુ તમારી સાથે પણ બન્યુ હશે. પરંતૂ કંપનીએ આનુ પણ સોલ્યુશન લાવી દીધુ છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિશ્વમાં લગભગ 2 અબજ લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. આને ધ્યાનમાં રાખીને, હવે તેમના માટે ચેટ ફિલ્ટર રજૂ કરવામાં આવ્યું છે.કંપની ચેટ ફિલ્ટર્સ લાવી રહી છે કે, જેનાથી યુઝર્સના WhatsApp પર કોઈ મહત્વપૂર્ણ અપડેટ રહી ન જાય, કે મેસેજ છુટી ન જાય.WhatsApp એક નવું Feature લાવવાનું શરૂ કર્યું છે, જે ડેસ્કટોપ પર યુઝર્સના અનુભવને બહેતર બનાવવામાં મદદ કરશે. 

શું છે આ ફિચરમાં?

WABetaInfo એ આ નવા Feature વિશે માહિતી આપી છે. WABetaInfo એ આનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ Feature યુઝર્સને એક નવો અનુભવ આપશે, જેની મદદથી તમે હવે તમારી પસંદ મુજબ ચેટને કસ્ટમાઇઝ કરી શકશો. 

Who can use this feature?

આ સુવિધા હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે. શેર કરેલ સ્ક્રીનશોટ મુજબ, WhatsApp યુઝર્સ હવે ચેટમાં ત્રણ ફિલ્ટર મળશે: Unread, Contacts અને Groups. 

આ પણ જરૂર વાંચવું :-

તેની મદદથી યુઝર્સ તેમની સુવિધા અનુસાર તરત જ ચેટ એક્સેસ કરી શકશે. અનરીડ ફિલ્ટરમાં, યુઝર્સને તે ચેટ્સ દેખાશે જે ખોલવામાં આવી નથી. કોન્ટેક્ટ્સમાં, ફોનબુકમાં સેવ કરેલા નંબરના મેસેજીસ દેખાશે અને ગ્રુપ ફિલ્ટર યુઝર્સને ગ્રુપ ચેટ્સ બતાવશે. જે યુઝર્સ લાંબી ચેટ દરમિયાન ઘણા મેસેજ મિસ કરતા હતા તેઓને આનો સૌથી વધુ ફાયદો થશે.

રોલઆઉટ ક્યારે થશે? ( When will the rollout happen? )

હાલમાં, WhatsApp ના બીટા વેબ યુઝર્સ ટ્રાઇ કરી શકશે. હાલમાં આ Feature ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય બાદ આ Feature WhatsApp ના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકાય છે. ચેટ ફિલ્ટર Featureને WhatsApp વેબના લેટેસ્ટ વર્ઝનથી ચેક કરી શકાય છે. 

WhatsAppGoogle Play Store
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!