WhatsApp ગ્રૂપમાં જોડાવો!
The price of gold in the year 1942 । Finance - SMGujarati.in

The price of gold in the year 1942 । Finance

વર્ષ 1942માં સોનાની કિંમત હતી એક તોલાની ફક્ત 44 રુપિયા , જાણો 2023 સુધીમાં સોનાના ભાવોમાં કેટલો વધારો થયો

સોનાની કિંમત : ( The price of gold )

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરીને 77મો સ્વતંત્રતા દિવસ ઉજવેલ છે. ત્યારે આઝાદીના સમયથી લઈને અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો એ વિષે આજે આપણે આ આર્ટિકલ માં માહિતી મેળવીશું.

આપણા દાદાએ 76 વર્ષ પેહલા જો સોનું ખરીદીને રાખ્યું હશે તેઓ માટે આજે સોનું ખૂબ લાભકારક હશે. કેમ કે, જો તમે આઝાદી સમયે એટલેકે 76 વર્ષ પેહલા રૂપિયા 10,000 નું સોનું ખરીધું લીધું હોત તો આજે તમારા સોનાના રોકાણની કિંમત હાલના ભાવ મુજબ 66,47,500 રૂપિયા થઈ ગયા હોત. જો કે, આઝાદીના સમયથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં વધારો થયો તેના આજે રસપ્રદ આંકડાઓ વિષે માહિતી મેળવીશું.

  • Finance
  • Gold Rate
  • moneycontrol check

વર્ષ 1942માં પ્રતિ 10 ગ્રામની એટલેકે એક તોલાની કિંમત ફક્ત 44 રુપિયા હતી. ત્યારબાદ વર્ષ 1947માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત વધીને 88.62 રુપિયા થઈ ગઈ હતી. પછીથી ભાવ ઘટતા વર્ષ 1964માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 63.25 રુપિયા પર આવી ગયો હતો. આ પછી, સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હતો.

વર્ષ 1970માં સોનું પ્રતિ 10 ગ્રામ 184 રુપિયા પર પહોંચી ગયું હતું. આ પછી, વર્ષ 1975માં તે પ્રતિ 10 ગ્રામ 540 રુપિયા અને 1980માં પ્રતિ 10 ગ્રામ 1,333 રુપિયા પર પહોંચી ગયો હતો.

The price of gold Finance App

પછી સોનાની કિંમતોમાં ખુબજ ઝડપથી વધારો થતા વર્ષ 1985માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 2,130 રુપિયા હતી વર્ષ 1990માં તે વધીને પ્રતિ 10 ગ્રામ 3200 રુપિયા થઈ ગઈ. વર્ષ 2000માં સોનાની કિંમત વધીને પ્રતિ 10 ગ્રામ 4,400 રુપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2005 અને 2010 વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો.

The price of gold in the year 1942 । Finance

2005માં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 7000 રુપિયા હતી. તે વધીને વર્ષ 2010માં પ્રતિ 10 ગ્રામ 18,500 રુપિયા થઈ ગઈ. વર્ષ 2020 સુધીમાં આ કિંમત પ્રતિ 10 ગ્રામ 48,651 રુપિયા થઈ ગઈ છે.

હવે આજે સોનું 58,000 રુપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજથી થોડા દિવસો પહેલા આજ જ સોનાનો ભાવ 62,000 રુપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો હતો.

Disclaimer:

સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પૂરી પાડે છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો. અમે આ માહિતીની જવાબદારીનો દાવો કરતા નથી.

Leave a Comment