WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ગુજરાતમાં આ દિવસથી તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વાવણી જેવો વરસાદ થશે? - SMGujarati.in

ગુજરાતમાં આ દિવસથી તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વાવણી જેવો વરસાદ થશે?

Rain forecast with storm in Gujarat from this day ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ છે, પરંતુ આજથી જ ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.

Rain forecast with storm in Gujarat from this day

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે. જો કે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. ચોમાસું હાલ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મુંબઈમાં ચોમાસા પહેલાના વરસાદની પણ શરૂઆત થવાની શક્યતા છે.

ગુજરાતમાં તોફાન સાથે વરસાદ પડશે?

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ શરૂ થનારો વરસાદ ગાજવીજ અને પવન સાથે આવે તેવી શક્યતા છે. વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થઈ ગઈ છે અને હવે રાજ્યના અન્ય વિસ્તારો સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદ ત્યારે આવશે ત્યારે ગાજવીજ થશે અને ક્યાંક વીજળી પડવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો :- મફત માં 300 રૂપિયા જુવે છે તો ક્લિક કરો જલ્દી

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં આવતા વરસાદમાં પહેલાં પવન આવે છે અને પછી વરસાદ પડે છે. હવામાન વિભાગ અનુસાર કેટલાક વિસ્તારમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો :- ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરીને 50,000 રૂપિયા કેવી રીતે કમાવવું

ગુજરાતમાં ગરમી રાત્રે પણ ઓછી કેમ નથી થતી?

6 જૂનના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાતમાં તેની એન્ટ્રી ગણતરીના દિવસોમાં જ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં હવામાન વિભાગે જાહેરાત કરી છે કે 7 જૂનથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

9 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને હળવાને બદલે કેટલાક વિસ્તારોમાં મધ્યમ તથા કેટલાક વિસ્તારોમાં મધ્યમથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. 9 અને 10 જૂનના રોજ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં મધ્યમ તથા કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. અહીં પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે. 11 જૂનથી વરસાદનું જોર ફરી વધશે અને 12 જૂનની આસપાસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનના મોડલો અનુસાર 13 જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

ગુજરાતમાં કેટલા દિવસ બાદ ચોમાસાનું આગમાન?

30 મેના રોજ કેરળથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને તે બાદ સતત ચોમાસું આગળ વધી રહ્યું છે. 6 જૂન સાથે જ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ અનુકૂળ સ્થિતિ છે કે આવનારા ત્રણથી ચાર દિવસોમાં ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, આંધ્ર પ્રદેશના બાકી રહેલા વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારો અને મુંબઈ સુધી પહોંચી શકે છે.

હાલ ચોમાસાની અરબી સમુદ્ર તરફની શાખા ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં પણ આ જ ઝડપે આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂન ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. 2023માં અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં 10 દિવસ ચોમાસું મોડું શરૂ થયું હતું અને જુલાઈમાં ખૂબ વરસાદ પડ્યો હતો.

જે બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો. ગત વર્ષ અલ નીનોનું વર્ષ હોવાથી તેની અસર ભારતના ચોમાસા પર જોવા મળી હતી. સમગ્ર દેશમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો નબળું પડ્યું છે અને ચોમાસું શરૂ થયા બાદ લા-નીના બની શકે છે. જેના લીધે આ વર્ષે ભારતમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment