WhatsApp ગ્રૂપમાં જોડાવો!
MGVCL Smart Meter: હવે વીજળી બિલ ભરવા માટે ઓફિસ જવાની જરૂર નથી, ઘરે બેઠા ઑનલાઇન ભરો પ્રિપેડ બિલ, જાણો પ્રક્રિયા - SMGujarati.in

MGVCL Smart Meter: હવે વીજળી બિલ ભરવા માટે ઓફિસ જવાની જરૂર નથી, ઘરે બેઠા ઑનલાઇન ભરો પ્રિપેડ બિલ, જાણો પ્રક્રિયા

નમસ્કાર મિત્રો, આજના ડિજીટલ યુગમાં ટેક્નોલોજી આપણા જીવનમાં મોટી ક્રાંતિ લાવી છે. વીજળી આપતી કંપનીઓ પણ ગ્રાહકોને ઑનલાઇન પેમેન્ટના વિકલ્પો પૂરા પાડીને આ ક્રાંતિનો ભાગ બની રહી છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ (MGVCL) દ્વારા પ્રિ-પેડ સ્માર્ટ મીટરમાં કેવી રીતે રિચાર્જ કરવું તે વિશે અહીં વિગતવાર માહિતી આપશું.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ (MGVCL):

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મધ્ય ગુજરાતમાં વીજળી સપ્લાય કરતી મુખ્ય કંપની MGVCL છે. MGVCL સ્માર્ટ મીટરનો ઉપયોગ કરનાર નાગરિકો માટે, આ પ્રિ-પેડ સ્માર્ટ મીટરમાં કેવી રીતે રિચાર્જ કરવું તેની પ્રક્રિયા આ લેખમાં સમજાવવી છે. આ માટે તમારે સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી, તમે ઘરેથી જ ઑનલાઇન રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :- રેલવે ઓફિસર ભરતી ૨૦૨૪

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે?

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દરેક ઘરમાં નવું સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્માર્ટ પ્રિ-પેડ મીટર ઘરમાં વીજળીના વપરાશની નોંધણી કરે છે. જે રીતે તમે મોબાઇલમાં ડેટા માટે રિચાર્જ કરો છો, તે જ રીતે ઘરમાં આવતી વીજળી માટે આ પ્રિ-પેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવું પડશે.

આ પણ વાંચો :- એસબીઆઈ YONO એપ્લિકેશનથી રૂ. 50,000ની પર્સનલ લોન

કેટલા રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય?

MGVCLના પ્રિ-પેડ સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓછું 100 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય છે. મોબાઇલ એપ્લિકેશન મારફતે, તમે રોજે રોજ કેટલો વીજળીનો વપરાશ થાય છે તે જોઈ શકો છો અને તેના આધારે વીજળીનો ઉપયોગ કરી શકો છો.

પ્રી-પેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાની પ્રક્રિયા:

  1. સૌપ્રથમ, MGVCLની ઑફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  2. રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો, રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારો મોબાઇલ નંબર દાખલ કરીને નવું એકાઉન્ટ બનાવો.
  4. તમને નવું યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.
  5. આ યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  6. લોગિન કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને રિચાર્જ કરી શકો છો.

આ રીતે, તમે સરળતાથી MGVCLના પ્રિ-પેડ સ્માર્ટ મીટરમાં ઑનલાઇન રિચાર્જ કરી શકો છો અને ઘરેથી જ તમારા વીજળી બિલની ચુકવણી કરી શકો છો.

Leave a Comment