WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Happy Diwali 2023 Wishes In Gujarati - SMGujarati.in

Happy Diwali 2023 Wishes In Gujarati

Happy Diwali 2023 Wishes In Gujarati । Happy Diwali Gujarati | Diwali Wishes In Gujarati, Status, Quotes, Images, Photoframe, Banner, Images, Shayari, Caption, Message | Happy Diwali In Gujarati 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Happy Diwali 2023 Wishes In Gujarati : હેલો મિત્રો તમને બધાને હેપ્પી દિવાળી મિત્રો આજના આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે તો મિત્રો દિવાળી સમય છે તો તમને દિવાળી ની Wishes મેસેજ જરૂર હશે તો મિત્રો આ લેખ માં તમને અમે સારા એવા દિવાળી ના મેસેજ આપીશું જે તમે કોપી કરીને તમારા મિત્રો અથવા સગા વહાલા સાથે શેર કરી શકો છો તો આ Article ને છેલ્લે સુધી વાંચવા વિનંતી ….

Gujarati Diwali Wishes | દિવાળીની શુભકામના

    વર્ષના છેલ્લા દિવસે આસો વદ અમાસ ના દિવસે ઉજવાતો દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર. આ તહેવાર પછીના દિવસે થી નવુ વર્ષ શરૂ થાય છે. આ તહેવાર આપણને સંદેશો આપે છે કે દરેક અંધારાના દિવસો પછી પ્રકાશનો દિવસ આવે જ છે. એમ જીવનમાં પણ અંધારા પછી ઉજાસ નક્કી જ હોય છે. દિવાળીનો તહેવાર આમ જોઈએ તો એક તહેવારોનો સમૂહ છે કે જેમાં વાધ બારસ, ધનતેરશ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ (નૂતન વર્ષનો પહેલો દિવસ) અને ભાઈબીજ નો સમાવેશ થાય છે.

    દિવાળીનો તહેવાર ગુજરાત સહિત ભારત ભરમાં ખૂબ ધામ ધૂમથી ઉજવાય છે. ખાસ કરીને આ દિવસે બાળકો ફટાકડા ફોડી, મીઠાઈઓ ખાઈને આનંદ કરે છે. તો માતાઓ અને બહેનો ઘર આંગણે સુંદર મજાની રંગોળી બનાવે છે. વડીલો દિવાળી પછીના તરફ બીજા દિવસે એટલે કે નુતન વર્ષના પહેલા જ દિવસે એક બીજાના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. નાના બાળકોને આશીર્વાદ આપે છે. 

    તો આવા સૌના વહાલા તહેવારની શુભકામના પાઠવવા માટે અમે લાવ્યા છીએ સુંદર મજાની પોસ્ટ.

    

Diwali Wishes in Gujarati

દિવાળીના આ તહેવાર પર
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય,
સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રહે અને
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
એવી શુભેચ્છા.
શુભ દિપાવલી

પ્રેમનો દીવો પ્રગટાવી દુ:ખની સાંકળ ફોડીએ.
સમૃદ્ધિનું રોકેટ છોડીએ સુખની કોઠીએ ફોડીએ.
બસ આજ રીતે ખુશ થઈ બધા સંબંધો ફરી જોડીએ.
તમને અને તમારા પરિવારને અમારા તરફથી
દીપાવલીની હાર્દિક શુભેચ્છા.

દિવાળીનો પાવન પર્વ
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી
મારી અને મારા પરિવાર તરફથી
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.

Diwali Wishes Gujarati

શુભ દિવાળી
થોડા દીવા કરી જો અજવાળું લાગશે,
અંદરથી ઝળહળી જો દિવાળી લાગશે.

થોડા દિવા કરી જો અજવાળું લાગશે,
અંદરથી ઝળહળી જો દિવાળી લાગશે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

Gujarati Diwali Wishes

દીવડાથી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.


આવી રે દિવાળી…
એ તો સૌને લાગે વ્હાલી,
આનંદ ઉત્સવ ગામો રે ગામમાં,
દર્શન કાજે દોડે દેવના મંદિરમાં,
કુમ કુમ પગલાં કરવા આવે મહાલક્ષ્મી…!!

” આવી રે દિવાળી
એ તો સૌને લાગે વ્હાલી
આનંદ ઉત્સવ ગામો રે ગામમાં
દર્શન કાજે દોડે દેવના મદિરમાં… ”

Diwali Status Gujarati

દિપાવલીના પાવન પ્રસંગે
શુભેચ્છા પાઠવવા બદલ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપને તથા આપના પરિવારને પણ દિપાવલીની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે
સુખદાયી, નીરોગી અને સમૃદ્ધિભર્યું નિવડે તેવી
દિલથી શુભેચ્છાઓ.

દિવાળી પર્વ પછીનો દિવસ એટલે નવા વર્ષનો પહેલો દિવસ. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ માટે

Happy New Year in Gujarati

creditRangilagujarati
Home PAgeClick Here

Leave a Comment

error: Content is protected !!