એક ગાયને બચાવવા જતા 4 લોકોએ જીવ ગુમાવ્યા

ગાયને બચાવવાના ચક્કરમાં 4 લોકોના દર્દનાક મૃત્યુ, નબળા હૃદય વાળા ભૂલથી પણ આ વીડિયો ખોલતા નહિ….

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણીવાર વધુ પડતી ઝડપના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે, તો ઘણીવાર રસ્તા ઉપર રઝળતા જાનવરોને બચાવવા જતા પણ અકસ્માત સર્જાતા હોય છે, જેમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ગાયને બચાવવા જતા એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ અને 4 માસુમ જિંદગીઓ હોમાઈ ગઈ.

આ ઘટના સામે આવી છે કર્ણાટકના બિંદૂર પાસેના ટોલ ગેટ માર્ગ પરથી. જેમાં દર્દીનો જીવ બચાવવા ફૂલ સ્પીડમાં દોડતી એમ્બ્યુલન્સ દર્દી સહિત ચાર લોકોના મોતનું કારણ બની છે. હકીકતમાં, કર્ણાટકના ઉડુપીમાં ટોલ બૂથ પર એક ગાયને બચાવતી વખતે એક એમ્બ્યુલન્સ  360 ડિગ્રી પલટી ગઈ હતી. જેના કારણે એમ્બ્યુલન્સની અંદર રહેલા દર્દી સહિત બે મેડિકલ સ્ટાફ અને ટોલ કર્મચારી સમેત ચાર લોકોના મોત થયા છે.

આ અકસ્માતનો વીડિયો ત્યાં હાજર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે બાદ તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાનો આ વીડિયો કર્ણાટકના ઉડુપી જિલ્લાનો છે. જેમાં દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ ગાયને બચાવતા ટોલ બૂથ પર અથડાઈ હતી. એમ્બ્યુલન્સ ખૂબ જ ઝડપી હતી. જેની ઝડપ જોઈને ટોલ કર્મચારી માર્ગ પર મુકેલા બેરિકેડ્સને હટાવવા આગળ વધે છે.

કર્મચારી બેરિકેડ્સને હટાવે છે, પરંતુ તે પછી એક ગાય કારની લાઈનમાં આવતી જોવા મળે છે. તેને બચાવવા માટે ડ્રાઈવરે અચાનક જ ઝડપભેર એમ્બ્યુલન્સની બ્રેક દબાવી દે છે, પરંતુ રસ્તા પર ફેલાયેલા પાણીને કારણે એમ્બ્યુલન્સ 360 ડિગ્રી પર પલટી જાય છે. ત્યાં અંદર બેઠેલા દર્દીઓ અને તબીબી સ્ટાફ ધક્કો મારીને બહાર નીકળી જાય છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં દર્દી, મેડિકલ સ્ટાફ અને ટોલ વર્કરના મોત થયા છે.

Leave a Comment